- Home

- Gujarati India

- રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ
રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO)
રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ ભારતીય મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ કાર્ય કરે છે. વાહનનું રજીસ્ટ્રેશન, ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવા, RCનું ફરી રજીસ્ટ્રેશન અને રિન્યુઅલ થી લઈને ટેક્સ અને ફી જમા કરવા સુધી, RTO વાહન સંબંધિત તમામ કામગીરી કરે છે.
Read more
RTO ના મુખ્ય કાર્યો
રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ ભારતીય મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ કાર્ય કરે છે. વાહનનું રજીસ્ટ્રેશન, ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવા, RCનું ફરી રજીસ્ટ્રેશન અને રિન્યુઅલ થી લઈને ટેક્સ અને ફી જમા કરવા સુધી, RTO વાહન સંબંધિત તમામ કામગીરી કરે છે.
ભારતના તમામ RTO દ્વારા કરવામાં આવતા કાર્યો નીચે મુજબ છે:
- કરની વસૂલાત: રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) ભારતના માર્ગો પર ચાલતા વિવિધ પ્રકારના વાહનો પર લાગુ પડતા તમામ રોડ ટેક્સ વસૂલ કરે છે. રોડ ટેક્સ ઉપરાંત, RTO બહુહેતુક વાહનો પાસેથી IMV ફી પણ વસૂલ કરે છે.
- રસ્તાની સલામતી સુનિશ્ચિત કરવી: RTO માર્ગ સલામતીના પગલાં અમલમાં મૂકે છે અને તપાસે છે કે તમામ વાહનો મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ નક્કી કરાયેલા તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે છે કે નહીં. તે ફરજિયાત થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ધરાવતા તમામ વાહનોનો રેકોર્ડ પણ રાખે છે.
- વાહનોનું રજીસ્ટ્રેશન: મોટર વાહન નિયમો મુજબ, ભારતમાં દરેક વાહન માટે તેના સંબંધિત રાજ્યના RTO પાસેથી કાયમી રજીસ્ટ્રેશન નંબર મેળવવો ફરજિયાત છે. તેથી, RTO તમામ પ્રકારના વાહનો માટે કામચલાઉ અને કાયમી રજીસ્ટ્રેશન પ્રમાણપત્રો જારી કરવાનું કાર્ય પણ કરે છે. ઉપરાંત, કારની RC સમાપ્ત થવાની નજીક હોય ત્યારે તેનું રિન્યુઅલ પણ કરે છે.
- ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવું: ભારતમાં વાહન ચલાવવા માટે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ રાખવું ફરજિયાત છે. જો તેની વગર પકડાશો તો ભારે દંડ ભરવો પડી શકે છે. ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવાનું કાર્ય પણ રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ દ્વારા કરવામાં આવે છે.
- વાહનોનું નિરીક્ષણ: RC રિન્યુઅલ અને ફિટનેસ સર્ટિફિકેટ જારી કરતી વખતે RTO વાહનોના ઉત્સર્જન સ્તર, માર્ગલાયકાત વગેરેનું નિરીક્ષણ પણ કરે છે. તે સુનિશ્ચિત કરે છે કે તમામ વાહનો MV Act હેઠળ નક્કી કરાયેલા નિયમો અને ધોરણોનું પાલન કરે.
- પોલ્યુશન ટેસ્ટ કરવું: ભારતના રસ્તાઓ પર ચાલતા તમામ વાહનો યોગ્ય સ્થિતિમાં રહે અને પર્યાવરણ સંબંધિત નક્કી કરાયેલા ધોરણોનું પાલન કરે તે માટે RTO પોલ્યુશન ટેસ્ટ પણ કરે છે અને વાહનોને પોલ્યુશન અન્ડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ જારી કરે છે.
ટેમ્પરરી વાહન રજીસ્ટ્રેશન વિશે
કેન્દ્રીય મોટર વાહન અધિનિયમની કલમ 43 હેઠળની જોગવાઈઓ અનુસાર, જો વાહનને અન્ય રાજ્યમાં લઈ જવાનું હોય તો જ ટેમ્પરરી રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે વાહન એકદમ નવું હોય અને તેનું પરમેનન્ટ રજીસ્ટ્રેશન બાકી હોય, ત્યારે વાહન ખરીદવામાં આવ્યું હોય તે ડીલર દ્વારા પણ આ નંબર ફાળવવામાં આવે છે.
સામાન્ય રીતે, ટેમ્પરરી RC એક મહિનાના સમયગાળા માટે માન્ય હોય છે. આ સમયગાળા દરમિયાન તમારા શહેર/રાજ્યના RTOમાં તમારા વાહનનું કાયમી રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે.
કાયમી વાહન નોંધણી વિશે
પરમેનન્ટ રજીસ્ટ્રેશન નંબર એ સંબંધિત રાજ્યના RTO દ્વારા જારી કરવામાં આવતો કાયમી ઓળખ નંબર છે. કોઈપણ વાહન પાસે કાયમી નોંધણી નંબર હોય ત્યારે જ તેને ભારતમાં ચલાવી શકાય છે.
- વાહન માલિકે વાહનની ડિલિવરી મેળવ્યાના 7 દિવસની અંદર કાયમી RC માટે અરજી કરવી જરૂરી છે.
- વધુમાં, કાયમી રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર 15 વર્ષ સુધી માન્ય રહે છે, ત્યારબાદ તેનું સંબંધિત RTO દ્વારા રિન્યુઅલ કરાવવું પડે છે.
ભારતમાં RTO ફોર્મના પ્રકાર
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની વેબસાઇટ પર વિવિધ RTO ફોર્મ ઉપલબ્ધ છે, જેને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અને RTO સંબંધિત કોઈપણ કાર્ય માટે ઉપયોગમાં લઈ શકો છો. અહીં કેટલાક ફોર્મનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે-
| ફોર્મ નં. | વર્ણન |
| ફોર્મ 3 | લર્નર લાઇસન્સ |
| ફોર્મ 20 | મોટર વાહનના રજીસ્ટ્રેશન માટે અરજી |
| ફોર્મ 20B | ટેમ્પરરી રજીસ્ટ્રેશનની મુદત વધારવા માટે અરજી |
| ફોર્મ 21 | સેલ્સ સર્ટિફિકેટ |
| ફોર્મ 22 | રોડવર્થિનેસ સર્ટિફિકેટ |
| ફોર્મ 23B | ટેમ્પરરી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ |
| ફોર્મ 25 | રજીસ્ટ્રેશન સર્ટિફિકેટના રિન્યુઅલ માટેનું અરજી ફોર્મ |
| ફોર્મ 26 | ડુપ્લિકેટ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી કરવા માટે અરજી |
| ફોર્મ 29 | મોટર વાહનની માલિકી ટ્રાન્સફરની સૂચના |
| ફોર્મ 31 | વાહનની માલિકી ટ્રાન્સફર માટે અરજી |
| ફોર્મ 32 | પબ્લિક ઓક્શનના કિસ્સામાં માલિકી ટ્રાન્સફર માટે અરજી |
| ફોર્મ 24 | મોટર વાહનનું રજીસ્ટ્રેશન |
| ફોર્મ 38A | ઇન્સ્પેક્શનનો રિપોર્ટ |
| ફોર્મ 51 | ઇન્શ્યોરન્સનું પ્રમાણપત્ર |
| ફોર્મ 50 | લેડીંગનું બિલ |
| ફોર્મ 57 | વિદેશી ઇન્શ્યોરન્સ માટેનું પ્રમાણપત્ર |
| ફોર્મ 54 | અકસ્માત માહિતીનો રિપોર્ટ |
ભારતમાં RTO ફી અને ચાર્જીસ
ભારતમાં RTO ફી અને ચાર્જીસ દર્શાવતું એક ટેબલ નીચે આપેલ છે:
| ઉદેશ્ય | લેવામાં આવતી ફી |
| RC જારી કરવી અથવા રિન્યુ કરવી | રૂ. 50 થી રૂ. 3,000 |
| હાઇપોથેકેશન ચાર્જ | રૂ. 1,500 |
| નંબર પ્લેટ | રૂ. 250 થી રૂ. 400 |
| ટેમ્પરરી રજીસ્ટ્રેશન | રૂ. 1,500 થી રૂ. 2,500 |
| માલિકીનું ટ્રાન્સફર | રૂ. 300 થી રૂ. 3,000 |
| ડુપ્લિકેટ RC | રૂ. 25 થી રૂ. 1,500 |
વાહનના રજીસ્ટ્રેશનની વિગતો ઑનલાઇન કેવી રીતે તપાસવી?
- મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ (MoRTH) એ ભારતમાં વાહન રજીસ્ટ્રેશન માટે ‘વાહન’ પોર્ટલ શરૂ કર્યું છે.
- તમે વાહન રજીસ્ટ્રેશન, વાહનની માલિકીનું ટ્રાન્સફર, પરમિટ રિન્યુઅલ, ફિટનેસ સર્ટિફિકેટ જારી કરાવવા વગેરે માટે આ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
- તમે નીચેના પગલાં અનુસરીને પરિવહન પોર્ટલ પરથી RTOની ઑનલાઇન વેબસાઇટ પર તમારા વાહનની માહિતી/રજીસ્ટ્રેશનની વિગતો સરળતાથી તપાસી શકો છો:
- ઑફિશિયલ પરિવહન પોર્ટલ વેબસાઇટની મુલાકાત લો.
- માહિતી સેવાઓ’ ડ્રોપડાઉનમાંથી ‘તમારા વાહનોની વિગતો જાણો’ વિકલ્પ પસંદ કરો.
- તમારો મોબાઇલ નંબર દાખલ કરો અથવા એકાઉન્ટ બનાવો.
- OTP અને કેપ્ચા કોડ દાખલ કરો.
- તમારા વાહનની તમામ રજીસ્ટ્રેશન વિગતો મેળવવા માટે ‘વિગતો મેળવો’ વિકલ્પ પસંદ કરો.
RTO વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
RTO એ રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસનું ટૂંકું સ્વરૂપ છે. તે એક સરકારી માલિકીની સંસ્થા છે, જે ભારતીય રસ્તાઓ પર ચાલતા તમામ વાહનોનું સંચાલન અને તેમના રેકોર્ડ જાળવવા માટે જવાબદાર છે.
RTO ની મુખ્ય ભૂમિકા મોટર વાહન અધિનિયમ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમો અનુસાર જોગવાઈઓનો અમલ કરાવવાની છે. દરેક વાહનની નજીકની RTO કચેરીમાં નોંધણી કરાવવી જરૂરી છે. ઉપરાંત, RTO મોટર ઇન્શ્યોરન્સની તપાસ, ડ્રાઇવિંગ લાઇસન્સનું રિન્યુઅલ અને જારી કરવું, પ્રદૂષણ પ્રમાણપત્રો વગેરેની જવાબદારી સંભાળે છે.
મોટર વાહન અધિનિયમ, 1988 ની કલમ 39 મુજબ, કોઈપણ વાહનને સંબંધિત રાજ્યના RTOમાં રજીસ્ટ્રેશન કરાવ્યા પછી જ ચલાવવાની મંજૂરી છે.
હા, ભારત સરકારના ઑફિશિયલ પરિવહન પોર્ટલ પરથી તેને ઑનલાઇન તપાસી શકાય છે.
હા, દરેક રાજ્ય માટે સરળ ઓળખ માટે એક વિશિષ્ટ RTO કોડ હોય છે, જેમ કે ગુજરાત માટે GJ, હરિયાણા માટે HR વગેરે. રજીસ્ટ્રેશન નંબર પણ આ RTO કોડના આધારે જ ફાળવવામાં આવે છે.
હા, ભારતમાં દરેક કેન્દ્રશાસિત પ્રદેશ માટે સરળ ઓળખ માટે એક ચોક્કસ RTO કોડ હોય છે, જેમ કે દમણ અને દીવ માટે DD, પુડુચેરી માટે PY વગેરે.
હા, તમે નીચે દર્શાવેલા પગલાં અનુસરીને વાહનની માલિકીનું ઑનલાઇન ટ્રાન્સફર કરી શકો છો:
- પરિવહન સેવા પોર્ટલ પાર ઑનલાઇન જાઓ.
- પછી ‘ઑનલાઇન સેવાઓ’ ડ્રોપડાઉન પર જઈ માલિકી ટ્રાન્સફર વિકલ્પ પસંદ કરો.
- નવા માલિકની વિગતો સબમિટ કરો.
- હવે નીચેના વિકલ્પોમાંથી હેતુ પસંદ કરો – ચોરી / વેચાણ / સક્સેશન / ઓક્શન.
- માલિકનું નામ, સિરિયલ નંબર, માલિકની શ્રેણી, પિતા/પતિનું નામ, વેચાણની તારીખ (ફોર્મ 29 મુજબ) અને વેચાણની રકમ દાખલ કરો.
- જો FRC ફાઇનાન્સરના નામે હોય તો તેને માર્ક કરો.
- તમારા સરનામાની વિગતો (વર્તમાન/કાયમી) સબમિટ કરો.
Explore More Under Motor Insurance
- Motor Insurance
- Car Insurance
- Bike Insurance
- Third Party Insurance
- Third Party Bike Insurance
- Car Insurance Calculator
- Car Insurance Companies
- Bike Insurance Companies
- Bike Insurance Calculator
- Commercial Vehicle Insurance
- Tractor Insurance
- Truck Insurance
- Check Car Insurance Status
- New Cars Price
#Rs 2094/- per annum is the price for third-party motor insurance for private cars (non-commercial) of not more than 1000cc
*Savings are based on the comparison between the highest and the lowest premium for own damage cover (excluding add-on covers) provided by different insurance companies for the same vehicle with the same IDV and same NCB. Actual time for transaction may vary subject to additional data requirements and operational processes.
+Savings are based on the maximum discount on own damage premium as offered by our insurer partners.
^Lowest Price Guaranteed is based on certifications shared by insurers with us. Policybazaar will facilitate price matching subject to the terms and conditions of select insurers.
##Claim Assurance Program: Pick-up and drop facility available in 1400+ select network garages. On-ground workshop team available in select workshops. Repair warranty on parts at the sole discretion of insurance companies. Dedicated Claims Manager. 24x7 Claim Assistance.